
વ્હાલી, શોભના......
સ્ત્રી ને પુરુષ શા માટે ચાહે છે ? કારણકે સ્ત્રી પુરુષ ને ચાહે છે !! માટે જ આ ચાહત છે !!
શું એ સ્ત્રી વિદ્વાન છે ? હોંશિયાર છે? પુરુષના શોખ માં ભાગીદાર થઈ શકે છે માટે??
ના, એ પુરુષ ને ચાહે છે !! એટલું જ બસ છે ..
સ્ત્રી - પુરુષ બંને એક બીજા ને ચાહે છે,, અને આ ચાહવાની પ્રક્રિયા એટલે આપણે જેને ચાહિયે છીએ એના જેવું બની જવું તે !!
અમે બને એક છીએ " એવો આત્મીયતાનો અનુભવ '' આ જ ખરું લગ્ન, હું નું તું માં વિગલન, એજ પ્રેમ !!
ત્યાં સ્ત્રી પુરુષ નો સ્થુળ જાતી ભેદ હોય જ નહીં, પુરુષ એ જ્ઞાન છે, અને સ્ત્રી એ સ્નેહ છે .....
પ્રેમની આ ભૂમિકા એ જ્ઞાન સ્નેહમય બને ! સ્નેહ જ્ઞાનમય બને !....
સ્નેહ અને જ્ઞાન એક બીજા ને આલિંગ્યા જ કરે !! એ પળ જ સ્વર્ગ છે ....
શોભાના, સ્ત્રી પુરુષ બંને સખા ની કોટી એ હોવા જોઈએ,,બસ ....!!
આપણે એક બીજા ને આમ અનંત સુધી ''આનંદમય'' પ્રેમ કરતા રહીએ .....!!
આવો પ્રેમ મળે એટલે પ્રભુતા આપોઆપ મળી જાય ...!!
પ્રેમ રસ વગર જ્ઞાન ભક્તિ નકામી !! પ્રેમ વિના મોક્ષ હોય જ નહિ !!
અન્યોઅન્યનું એક બીજામાં સ્વાર્પણ એજ પ્રેમ ....!!
સાચા અને શુદ્ધ પ્રેમ માં બધી નીતિ સમાય જાય છે...
પ્રેમ સમાધી કક્ષા એ પહોચે, ત્યારે સ્થૂળ શરીર પણ સુક્ષ્મ બની જાય છે.....!!
પછી કોઈ લાગણી, કોઈ ઈચ્છા કોઈ ભાવના, કે ત્યાં કોઈ પવિત્ર અપવિત્રતા ના ભેદ રહેતા જ નથી ...!!
બધું પુણ્યમય અને પ્રભુમય બની જાય છે.......!!
લી : તમારો સુરસિંહ .....