
જ્યાં જ્યાં નજર ઠરે આ, યાદી ભરે કલાપી ;
હું નામ લઉં ગઝલનું, ને સાંભરે કલાપી !!
શબ્દોની શેરડીના વાઢે, શું રસ નીકળતો ;
પીવડાવે ગ્રામ્યમાતા, પીધાં કરે કલાપી !!
હે ગુર્જરી ગઝલ તું, છે કેવી ભાગ્યશાળી ;
તું હોય પારણા માં : ને દોરી ધરે કલાપી !!
નાં રાગ-ત્યાગ વચ્ચે, નાં તખ્તો તાજ વચ્ચે ;
જ્યાં શબ્દોની સરિતા, ત્યાં સંચરે કલાપી !!
પામી શકાય સહેલી, રીતે એ ઈશ્ક્નો બંદો ;
જેની જીભે કવિતા , એના ઉરે કલાપી !!