લોકપ્રિય કાવ્ય - છંદ ,તોટક

ફૂલ વીણ સખે! ફૂલ વીણ સખે !
હજુ તો ફુંટતું જ પ્રભાત સખે!
અધુંના કલી જે વિકસી રહી છે ,
ઘડી બે ઘડી માં મરતી દીસશે .

સુમહોજ્વલ આ કિરણો રવિ ના ,
પ્રસરે હજુ તો નભ ઘુમ્મટ માં .
ન વિલંબ ઘટે, કંઈ કાળ જતે
રવિ એ પંણ અસ્ત થવા ઢળશે .

નમતા શિર સૌ કુસુમો કરશે ,,
પછી ગંધ પરાગ નહિ મળશે,
ફૂલ વીણ સાખે ફૂલ વીણ સખે,
હજુ તો ફુંટ તું જ પ્રભાત સખે,

નક્કી ઉત્તમ અગ્રિમ કાલ સખે,
ભર યૌવન આ હજુ રક્ત સખે,
ગતિ કાલ ની ચોક્કસ ન્હોય ,સખે ,
ભરતી પછી ઓટ જ હોય સખે,

ફૂલ વીણ સખે! ફૂલ વીણ સખે ,,
તક જાય સખે !

ઢળતી થયી તો ઢળતી જ થશે ,
રજની મહી ચંદ્ર ઉગે ન ઉગે ,,
હજુ દિવસ છે ફૂલડાં લઇ લે ,,
ફરી લે, રમી લે , હસી લે તું સખે,
મૃગલા રમતા , તરુઓ લડતા ,
વિહંગો ઉડતા ,

કળી એ કળીએ ભ્રમરો ભમતા .
ઝરણુ પ્રતિ હર્ષભર્યું કુંદતું,
ઉગતો રવિ જોઈ ન શું હસતું ?
પછી કેમ વિમાસી રહ્યો તું સખે ,
ફૂલ વીણ સખે, ફૂલ વીણ સખે .
હજુ તો ફૂટ તું જ પ્રભાત,, સખે - કલાપી