
પૈદા થયો છુ, ઢુંઢવા તુંને સનમ
ઉમ્મર ગુજારી ઢુંઢતા તુને સનમ !
છે દુશ્મનો લાખો ભુલાવા રાહ ને;
દુશ્મન બનાવી યાર અંજાયો સનમ !
ગફ્લત મહી હું, જાલિમો કાબિલ એ;
જુદાઈ યારોની મઝા એને સનમ!
જે રાહદારીમાં અમો લુંટતું;
ઊંમેદ બર આવો નહીં એની સનમ!
છો દમ-બ-દમ ખંજર રમે તહારુ દિલે;
કાફર તણું કાતીલ ખેંચી લે સનમ !
તું માફ કર દિલ દાર દેવાદાર છું;
છે માફ દેવાદાર ને મારા સનમ!
પૈદા થઈ ને ના ચુંમી તારી હિના;
પૈદા થયો છું, મોત માં જાણે સનમ!
પથ્થર બની પૈદા થયો છું પહાડ માં;
છું ચાહનારો એય તું થી છું, સનમ! - કલાપી