
લગાવી કલાપીએ માયા ગઝલની,
જગાવી કલાપીએ માયા ગઝલની !
કોઈ કસ્તુરી મૃગ જેવી અમો ને,
બતાવી કલાપીએ માયા ગઝલની !
સળગતા તિખારા ઉપર કોઈ ચાલે,
જલાવી કલાપીએ માયા ગઝલની !
હું ફરું છું એની જ વચ્ચે હંમેશા,
રચાવી કલાપીએ માયા ગઝલની !
હવે ગોપીઓ શોભાના થઇ જવાની,
ચલાવી કલાપીએ માયા ગઝલની !
- શ્રી ભરત વિંઝુડા..
ગઝલ સંગ્રહ: 'તો અને તો જ' માંથી આભાર સહ.