ઊર્મિ કાવ્ય ..રે પંખીડા ..છંદ-મંદાક્રાન્તા

રે પંખીડા સુખ થી ચણજો ગીત વા કાંઈ ગાજો . શાને આવા મુજ થી ડરી ને ખેલ છોડી ઉડો છો પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું .. ના ના કો દ્દી તમ શરીર ને કાઈ હાની કરું હું .. . ના પાડી છે તમ તરફ કઈ ફેંકવા માળી ને મેં , ખૂલું મારું ઉપવન સદા પંખીડા સર્વને છે ,,, રે રે ! તોયે કુદરતી મળી ટેવ બીવા જનો થી ,, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની .. . જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્ત નો , હા ! પહાણો ફેંકે તમ તરફ , રે ખેલ એતો જનો ના ! દુખી છું કે કુદરત તણાં સામ્ય નું ઐક્ય ત્યાગી , રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી ..કલાપી