
ફેંકી દેને તુજ કરથી આ પથ્થરો, ગોફણી આ.
મ્હારે આવી મુજ ચમન માં જોઈએ ક્રૂરતાના ..
જે પંખીડા મુજ ચમનને લાગતા ઘા ન છોડે,
તે પંખી છો મુજ ફળફૂલો ચાખતા પૂર્ણ હર્ષે !!
એ સૌ માંગે જરૂર ઘટતો, પાક માં કાઈ હિસ્સો,
થોડું માંગે જીવન અર્થે, સ્વલ્પ દેવું ઘટે તો ..
ખાઈ - પીને સુખમય બની પંખીડા ગીત ગાતા,
ન્હાનું - મ્હોટું સમજી સુખમાં જીવતા સર્વ ન્હાના:
આ મ્હોટુ છે ઉપવન અને પંખીડા છે ઘરેણા,
બાંધે માળો તરું ઉપર એ છાય માં કેવી શ્રદ્ધા !
ઘા શા માટે મુજ ચમન માં જોઈએ ક્રુરતા ના ! - કલાપી