કલાપી તારી યાદ આવે છે........

કલાપી તારી યાદ આવે છે........

કલાપી તારી યાદ આવે છે, કણ કણ માં થી જોને સાદ આવે છે !
સાકી, સૂરા, સનમની શોધનો દિન-રાત તારો અવસાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે.....!

ઋજુ હૃદયી ને દયામયી છબી તારી, દિલાવર ચહેરો યાદ આવે છે !
જીવનકવન માં હરદમ ગુંજતો તારો, અનલહકનો એ નાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે.....

ફૂલ વિણ સખે, ફૂલ વિણ સખે ! એવો લાઠીના બાગે સાદ આવે છે !
'કલાપી તીર્થ'માં પગલું મુકું ત્યાં, ભીતર થી પરમનો નાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે......

ગંગાજળીયું તારું હતું ગોહિલકુળ, ચમકતો ચહેરો જાણે ચાંદ આવે છે !
રાજવી, કવિ, અને પ્રેમી હતો તું, હર એક મુશાયરે તારી દાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે.......

તારી યશકલગી છે તારી કવિતા, કેકારવ માં ક્યાં કોઈ ફરિયાદ આવે છે !
મીઠા મધુરા ટહુકાઓ સાંભળી, વાહ, વાહ ને ક્યા બાત ની દાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે.....

જ્યાં જ્યાં નજર હવે મારી ઠરે ત્યાં, ગેબી કચેરી થી નિત્ય સાદ આવે છે !
વિવિધ છંદો થી ઝરતો સકલ લય, આપની યાદી તો બહુ યાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે......

ગુર્જર કુંજે હરદમ પડઘાતો, કવિતા, ગીતો ગઝલોનો આસ્વાદ આવે છે !
હાથ જોડું ને મસ્તક નમેં છે ત્યાં, ભીતરે 'મહાસુખ' સાથે નિનાદ આવે છે !
કલાપી તારી યાદ આવે છે......