સનમ ને ....ગઝલ

યારી ગુલામી શું કરું તારી સનમ ! ગાલે ચૂમું કે પ્હાની એ તુને સનમ ! તું આવતા ચશ્મે જીગર મારું ભરે , જતા મગર શું શું કરી રોકું ? સનમ .. તું ઈશ્ક છે , યા મહેરબાની યા રહમ ,, હસતા ઝરે મોતી લબે તે શું? સનમ .. મહેંદી કદમ ની જોઈ ના પૂરી કદી,, આવી ન આવી એમ શું? થતી સનમ .. તારી સવારી ફૂલ ની ક્યાં ક્યાં ફરે? તેનો બનું ભમરો , બની શું શું ? સનમ ! છે દિલ્લગી નો શોખ કે તુને નહિ ? તો આમ કા? કા બોલ ના આવી સનમ !! આ ચશ્મ ની તુને ચદર ખુચે નક્કી , કોને બિછાને તું સદા પોંઢે ? સનમ ! તુને કહું ખાવિંદ તો રીઝે નહિ !! ત્યાયે હંસે તું દુર ની દૂરે સનમ!!...કલાપી